આફ્રિકન દેશ નાઈજરમાં સેનાએ દાવો કર્યો છે કે તેમણે બળવો કરીને તખ્તો પલટ કર્યો છે. નાઈજાર સેનાએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમની સરકારને ઉથલાવી દીધી છે. તેઓએ રાષ્ટ્રપતિ બઝૌમને કેદ કર્યા છે. સૈનિકોએ યુએન-યુએસના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો અને તેમને ધમકી આપી છે.
વિદેશી મીડિયા અનુસાર, સૈનિકોએ નાઈજરની રાષ્ટ્રીય ચેનલ પર જાહેરાત કરી છે. કર્નલ અમાદોઉ અબ્દ્રમાને તેમના સાથી સૈનિકો અને અધિકારીઓ સાથે ટીવી પર દેખાયા. તેમણે ટીવી પર બજોમની સરકારને તોડી પાડવાની જાહેરાત કરી. વિદેશી અહેવાલો અનુસાર, કર્નલ ટીવી પર લાઈવ આવ્યા અને કહ્યું કે દેશમાં બગડતી સુરક્ષા વ્યવસ્થા અને ખરાબ શાસનને કારણે અમે રાષ્ટ્રપતિ શાસન ખતમ કરી રહ્યા છીએ. નાઇજરની સરહદો સીલ કરવામાં આવી છે. હવે ન તો કોઈ દેશની બહાર જઈ શકે છે અને ન તો બહારથી દેશમાં પ્રવેશી શકે છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ છે. સરકારી અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.
પશ્ચિમ આફ્રિકામાં ઈસ્લામિક આતંકવાદ સામેની લડાઈમાં નાઈજર એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, પશ્ચિમી દેશો અને સંયુક્ત રાષ્ટ્ર નાઈજરની મદદથી ઘણા મોટા ઓપરેશન ચલાવી રહ્યા છે. સેના વતી તખ્તાપલટની જાહેરાત કરનાર કર્નલ મેજર અમદૌ અબ્રાહમેને કહ્યું કે સેનાએ વર્તમાન સરકારને ખતમ કરવાનો નિર્ણય લીધો છે, દેશમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી હતી તે પછી અમે આ પગલું ભર્યું છે. દેશમાં તમામ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે, કેબિનેટના લોકો જ દેશના મોટા નિર્ણયો લેશે. દેશના બાહ્ય ભાગીદારોને અપીલ છે કે તેઓ અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરે.