યુનિવર્સીટીઓમાં ભણાવનારા સહાયક પ્રાધ્યાપકો અને સહ પ્રાધ્યાપકોએ પ્રમોશન માટે ભારતીય પરંપરાને જાણવી પડશે.તેમાં માટે યુજીસીએ બધી યુનિવર્સીટીઓને નિર્દેશ કર્યો છે. યુનિવર્સીટીઓમાં ભણાવતા શિક્ષકોએ આ વિષયમાં રિફ્રેશર કોર્ષ કરવો પડશે અને પ્રમોશન વખતે તેનું સર્ટીફીકેટ રજુ કરવુ પડશે.
યુજીસીનું કહેવુ છે કે, કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત યુનિવર્સીટીઓનાં શિક્ષકોને પ્રમોશન આપવામાં આવે છે. તેમાં એ જોવામાં આવે છે કે શિક્ષકોએ કેટલા રિફ્રેશર કર્યા છે હવે શિક્ષકોએ ભારતીય જ્ઞાન પરંપરામાં પણ રિફ્રેશન કોર્સ કરવો પડશે. ઝારખંડ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનાં પત્રકારત્વ વિભાગનાં સહાયક પ્રાધ્યાપક ડો.અમૃતકુમારે જણાવ્યું હતું કે બધા વિષયનાં અધ્યાપક આ રિફ્રેશર કોર્સ કરી શકશે કોર્સ 14 દિવસનો રહેશે.
યુજીસીએ રિફ્રેશન કોર્સમાં ભારતીય જ્ઞાન પરંપરાનો વિષય નવી શિક્ષણ નીતિ અંતર્ગત જોડયો છે. તેમણે કુલપતિઓને પત્ર લખીને કહ્યું છે કે શિક્ષકોને ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિની જાણકારી હોવી જોઈએ આ કોર્સથી તેમને છાત્રોને દેશની સંસ્કૃતિ અંગે જણાવવામાં સરળતા રહેશે.





