ગ્લોબલ વોર્મીંગ- જલવાયુ પરિવર્તનથી મહાસાગરોની ધારા પર ખરાબ અસર પડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ તાજેતરના અધ્યયનમાં જણાવ્યું છે કે, વર્ષ 2025 થી 2095 દરમિયાન એટલાન્ટીક મહાસાગરમાં ગલ્ફ સ્ટ્રીમ (અખાતી પ્રવાહ)ને ખરાબ અસર થઈ શકે છે. સંભાવના છે કે, વર્ષ 2025 કે એ પહેલા સુધીમાં આવી હલચલ દુનિયા જોઈ શકે છે. જર્નલ ‘નેચર કોમ્યુનીકેશન’માં આ સંશોધન પ્રકાશિત થયું છે. વૈજ્ઞાનિકોએ ઈ.સ.1870થી2020 સુધી એટલાન્ટીક મહાસાગરના તાપમાનના અધ્યયન બાદ આ દાવો કર્યો છે.
મોન્સુન ચક્ર પર ખરાબ અસર થવાની સંભાવના છે. વાવાઝોડુ, દુકાળ બાદ અચાનક ભારે વરસાદની સંભાવના, મહાસાગરની અંદર રહેલી પ્રાકૃતિક સંપતિને અસર થઈ શકે છે.
ખાડીની ધારાને એટલાન્ટિક મેરી ડિયોનિયલ ઓવરટર્નીંગ સકર્યુલેશન (એએમઓસી) કહે છે તે ઉષ્ણ કટીબંધીય ક્ષેત્રોમાંથી ગરમ પાણી લઈ જાય છે અને ઉતરી એટલાન્ટીકથી ઠંડું પાણી લાવે છે. તે એટલાન્ટિક મહાસાગર, ઉતર-પુર્વી અમેરિકા, દક્ષિણ-પુર્વી અમેરિકા, પશ્ચિમી આફ્રિકા અને પશ્ચિમી યુરોપના તાપમાનને સંતુલીત રાખે છે.
મુખ્ય સંશોધક અને કોપન હેગન યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ડિટલેવસેનનું કહેવું છે કે, પરિણામ ચિંતાજનક છે. જલવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનના કારણે આવી હાલત થઈ રહી છે. મહાસાગરની ઉંડાઈમાં થનારી આ હલચલની અસર પુરી દુનિયા પર નકારાત્મક જોવા મળી શકે છે.






