અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નિર્દોષ લોકોના હત્યારા તથ્ય પટેલ માટે સજાથી બચવું હવે અશક્ય બની ગયું છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે. પોલીસ વિભાગે પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને 1 સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. 1684 પાનાની ચાર્જશીટમાં 191 લોકોના નિવેદન લેવાયા છે અને કેસમાં કુલ 25 પંચનામાં કોર્ટમાં રજૂ કરાયા છે. વધુમાં ચાર્જશીટમાં 15 દસ્તાવેજી પુરાવા અને રિપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો છે.IPC કલમ 164 મુજબ 8 લોકોના નિવેદન નોંધી CRPC કલમ 173(8) મુજબ તપાસ ચાલી રહી છે.
આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે અરજી કરી
અમદાવાદ ગ્રામ્યકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી છેજે મામલે આજે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. હત્યારા તથ્ય સાથે તેના પિતાને પણ જેલહવાલે કરાયા હતા તેમજ તથ્યએ જામીન ન માગ્યા પણ પિતાનો જેલમાંથી છૂટવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.