દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. દરેક પાર્ટીઓ તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષના અંતમાં ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે જેમાં રાજસ્થાન પણ સામેલ છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ વચ્ચે રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? દેશમાં પ્રધાનમંત્રી પદ માટે પહેલી પસંદ કોણ છે? એબીપી સી-વોટરના સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
સર્વેમાં સામેલ લોકોમાંથી 63 ટકાએ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની પ્રથમ પસંદ ગણાવ્યા છે. જ્યારે 20 ટકા લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પીએમ પદની પસંદ ગણાવ્યા છે. આ સિવાય 6 ટકા લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, 2 ટકાએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પોતાની પસંદ ગણાવ્યા છે. તો 9 ટકા લોકોએ અન્યનું નામ લીધુ હતું.
એબીપી સી-વોટરે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ સર્વે કર્યો છે. સર્વે પ્રમાણે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની વાપસી થઈ શકે છે. સર્વે પ્રમાણે ભાજપ બહુમતી સાથે રાજસ્થાનમાં સરકાર બનાવશે. નોંધનીય છે કે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય જવાની પરંપરા પણ રહી છે.
પીએમની પસંદ કોણ?
નરેન્દ્ર મોદી- 63 ટકા
રાહુલ ગાંધી- 20 ટકા
યોગી આદિત્યનાથ- 6 ટકા
કેજરીવાલ- 2 ટકા
અન્ય- 9 ટકા
રાજસ્થાનમાં કોને મળશે કેટલી સીટ?
કુલ બેઠકો – 200
ભાજપ- 109-119
કોંગ્રેસ – 78-88
અન્ય- 1-5
રાજસ્થાનમાં કેટલા વોટ શેરનું અનુમાન?
કુલ બેઠકો – 200
ભાજપ-46%
કોંગ્રેસ-41%
અન્ય – 13%