કોલકત્તા સ્થિત ગાર્ડેન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સે એક ઓટોનોમસ અંડરવોટર વ્હિકલ બનાવ્યું છે. આ પાણીની અંદર પોતાનાની જાતે ચાલતી સબમરિન છે. હવે દેશના દરિયામાં દુશ્મન હુમલો નહી કરી શકશે. સમુદ્રમાં મોનિટરિંગ અને જાસૂસી કરવા માટે પહેલું ઓટોનોમસ અંડરવોટર વ્હિકલલોન્ચ કરવામમાં આવ્યું. આનું નિર્માણ સંપૂર્ણપણે દેશમાં જ થયું છે અને તે શાંતિથી સમુદ્રની અંદર ચાલવામાં માહેર છે.
GRSE એ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, સંપૂર્ણપણે સ્વદેશી AUV બંગાળની ખાડીમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ઘણી અત્યાધુનિક ટેકનોલોજી લગાવવામાં આવી છે. જેથી દુશ્મન દરિયામાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર રચે છે તો તે જાણી શકાય. તે સમુદ્ર પર નજર રાખવા માટે ઉતરશે તો દુશ્મનની નાપાક હરકતો પહેલા માહિતી મળી જશે.
આ કારણે રિયલ ટાઈમમાં દરિયામાં મોનિટરિંગ કરી શકાશે. દરિયાઈ દેખરેખને મેરીટાઇમ સર્વેલન્સ કહેવામાં આવે છે. હવે આ કામમાં AUV કે ડ્રોન મદદ કરે છે. જ્યારે કોઈ દેશની દરિયાઈ સરહદ એટલી મોટી હોય છે ત્યારે દરિયા સિમાડાનું દેખરેખ રાખવાનું કામ પાણીની અંદરથી પણ કરવું પડે છે.
ભારતમાં બનેલું AUV ખુબ જ ઓછી કિંમતમાં નિર્માણ પામ્યું છે તે ખુબ આધુનિક છે. તે દરિયામાં લાંબા સમય સુધી પોતાની જાતે મોનિટરિંગ કરે છે. તેનાથી મોટા શીપ અને ટેક્નોલોજી, યંત્રો અને જવાનોને લગાવવાનો ખર્ચ બચી જાય છે. આ રિયલ ટાઈમ મોનિટરિંગ માટે ફાયદાકારક છે. તેની અંદર એડવાન્સ સેન્સર્સ લાગેલા છે, કટિંગ એજ કેમેરા લાગેલા છે. રડાર છે. સાથે જ ઈન્ફ્રારેડ ટેક્નોલોજી લાગેલી છે. જે તેને દરેક પ્રકારના મોનિટરિંગ માટે સક્ષમ બનાવે છે.