Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

11 મહિલાઓનું ભાગ્ય ચમકી ગયું : 10 કરોડની લોટરી લાગી

25-25 રૂપિયા ભેગા કરીને લોટરીની ટિકિટ લીધેલી

aaspassdaily by aaspassdaily
2023-07-29 11:12:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

કેરળમાં 11 મહિલાઓનું ભાગ્ય ઉધારના પૈસાથી એવું ચમકી ગયું કે રાતોરાત કરોડપતિ બની ગઈ. આ મહિલાઓ પાસે થોડા સમય પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા સુદ્ધા ન હતા. પરંતુ હવે તેમને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. મહિલાઓએ થોડા સમય પહેલા 250 રૂપિયાની લોટરીની ટિકિટ લેવા માટે પૈસા ભેગા કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની પાસે પર્સમાં 25 રૂપિયા પણ ન હતા.
તેમાંથી એક મહિલાએ પોતાનું ભાગ્ય અજમાવવા માટે એક પરિચિત વ્યક્તિ પાસેથી મામૂલી રકમ ઉધાર લીધી. કેરળના પરપ્પનંગડી નગર પાલિકા હેઠળ આવતા હરિતા સેનામાં આ 11 મહિલાઓ કચરો ઉઠાવવાનું કામ કરે છે. આ મહિલાઓએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહતું કે તેઓ એક જ ઝટકે કરોડપતિ બની જશે. એક ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેમને 10 કરોડ રૂપિયાના મોનસૂન બંપરના વિજેતા જાહેર કરવામાં આવ્યા.
પોતાના સહકર્મીઓ પાસેથી પૈસા ભેગા કર્યા બાદ ટિકિટ લેનારી રાધાએ ખુશ થઈને કહ્યું કે અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરી ટિકિટ લીધેલી છે. પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે અમે કોઈ મોટું ઈનામ જીત્યું છે. એક અન્ય મહિલાએ કહ્યું કે તેઓ ડ્રોનો આતુરતાપૂર્વક રાહ જોતા હતા. પરંતુ જ્યારે કોઈએ જણાવ્યું કે પાડોશી પલક્કડમાં વેચાયેલી એક ટિકિટે પહેલો પુરસ્કાર જીત્યો છે તો તેમને દુખ થયું હતું.
તેમણે જણાવ્યું કે જ્યારે છેલ્લે ખબર પડી કે અમે જ જેકપોટ જીત્યો છે તો ઉત્સાહ અને ખુશીનો કોઈ પાર નરહ્યો. અમે બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા અમારી સમસ્યાઓને દૂર કરવામાં ખુબ મદદ કરશે. મહિલાઓને ગુજરાન ચલાવવામાં ખુબ મુશ્કેલીઓ પડી રહી છે અને હરિત કર્મ સેનાના સભ્યો તરીકે તેમને જે મામૂલી પગાર મળે છે તે તેમના પરિવારોની એકમાત્ર આવક છે.
હરિતા કર્મ સેના ઘરે ઘરે અને પ્રતિષ્ઠાનોમાંથી બિન બાયોડિગ્રેડેબલ કચરો ઉઠાવે છે જેને રિસાયકલિંગ કરવા માટે શ્રેડિંગ યુનિટ્સમાં મોકલવામાં આવે છે. નગર પાલિકામાં હરિતા કર્મ સેના કન્સોર્ટિયમના અધ્યક્ષ શીજાએ કહ્યું કે આ વખતે ભાગ્યની મહેરબાની સૌથી યોગ્ય મહિલાઓ પર થઈ છે. તેમણે કહ્યું કે તમામ વિજેતા ખુબ મહેનતુ છે અને પોતાના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેમણે જણાવ્યું કે અનેક લોકોનું કરજ ચૂકવવાનું છે, દીકરીઓના લગ્ન કરવાના છે, કે તેમને પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચો ઉઠાવવાનો છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડતા ખુબ જ સાધારણ ઘરોમાં રહે છે. બંપર લોટરી વિજેતાઓને મળવા અને શુભેચ્છાઓ પાઠવવા માટે ગુરુવારે મોટી સંખ્યામાં લોકો નગર પાલિકા ગોદામમાં ઉમટી પડ્યા હતા.

Previous Post

મણિપુરમાં હુમલાખોરોની સુરક્ષા દળો સાથે અથડામણ, 3નાં મોત

Next Post

મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ: 6ના મોત, 21 ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ: 6ના મોત, 21 ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ: 6ના મોત, 21 ઘાયલ

24 કલાકમાં 26 ઈંચ : એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ

24 કલાકમાં 26 ઈંચ : એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.