Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

24 કલાકમાં 26 ઈંચ : એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ

તેલંગાણાનાં લક્ષ્મીદેવી પેટ્ટામાં 15-15 ફૂટ પાણી: બચાવ કામગીરી માટે સૈન્ય હેલીકોપ્ટર તૈનાત કરાયા

aaspassdaily by aaspassdaily
2023-07-29 11:49:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના અનેક રાજયોમાં મેઘરાજાએ આકાશી આફત વરસાવી છે અને અનેક ભાગોમાં અતિભારે વરસાદથી જળબંબાકાર પુરની હાલત છે ત્યારે તેલંગાણાના એક ભાગમાં સમગ્ર ભારતનો ચાલુ સીઝનનો જ 24 કલાકનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
તેલંગાણાના સમગ્ર પૂર્વોતર અને પુર્વનાં ભાગોમાં અતિભારે વરસાદનો કહેર યથાવત રહ્યો હતો. ત્યારે મુલુગુ જીલ્લાનાં લક્ષ્મીદેવી પેટ્ટા ક્ષેત્રમાં 24 કલાકમાં 649.8 મીમી (26 ઈંચ) પાણી વરસ્યુ હતું. ભારતમાં એક જ દિવસમાં આટલો ભારે વરસાદ અન્ય કયાંય વરસ્યો નથી અને આ સાથે ચાલુ સીઝનનો રેકોર્ડ સર્જાયો છે. તેલંગાણામાં પણ 2004 પછીનો રેકોર્ડબ્રેક વરસાદ છે.બાજુનાં જયશંકર ભુપલવેલી જીલ્લામાં પણ 616.5 મીમી (24.50 ઈંચ) વરસાદ નોંધાયો હતો. રાજયના 24.થી વધુ સ્થળોએ 8 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો.
ચોવીસ કલાકમાં રેકોર્ડબ્રેક 26 ઈંચ વરસાદથી સમગ્ર ક્ષેત્રમાં પુર પરિસ્થિતિ સર્જાઈ હતી. અને સર્વત્ર 15-15 ફૂટ પાણી ભરાયા છે. ભારતીય નૌસેનાના બે હેલીકોપ્ટરોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા હતા આ ક્ષેત્રમાં વસતા સેંકડો લોકોનો હેલીકોપ્ટર મારફત સૈન્ય તથા એનડીઆરએફ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 14 લોકોના મોત નીપજયા હતા.બીજી તરફ તેલંગાણામાં અતિભારે વરસાદથી ગોદાવરી નદીએ ભયજનક સપાટી કુદાવીને રૌદ્ર સ્વરૂપ પકડી લીધું હતું
તમામ નદી જળાશયોમાંથી દરીયાના મોજાની જેમ પાણી વહેતા હતા. માર્ગો-ગામોમાં ઘુસી ગયા હતા. જળાશયોની સુરક્ષા માટે ગેટ ખોલવામાં આવતા ઠેકઠેકાણે પુર સ્થિતિ સર્જાઈ હતી. સેંકડો પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા. તેલંગાણા સરકાર દ્વારા આવતા 48 કલાક માટે હજુ ગંભીર હાલત સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. અને લોકોને હાઈએલર્ટ પર રહેવાની તાકીદ કરવામાં આવી છે. સમગ્ર સરકારી તંત્રને રાહત બચાવ કામગીરીમાં તૈનાત કરી દેવાયું છે.

Previous Post

મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ: 6ના મોત, 21 ઘાયલ

Next Post

યુસુફ પઠાણે 26 બોલમાં ઝૂડ્યા 80 રન

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
યુસુફ પઠાણે 26 બોલમાં ઝૂડ્યા 80 રન

યુસુફ પઠાણે 26 બોલમાં ઝૂડ્યા 80 રન

રામ મંદિર 2024 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે: 40 ટકા બાંધકામ પૂર્ણ

રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ: 20થી24 જાન્યુઆરી માટે અત્યારથી જ 4000 રૂમ બુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112