લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર ચાલાવી રહ્યાં છે. ગુજરાત જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી છે તેમજ નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો પણ તૈયાર કરાયો છે.
સંગઠનનાં સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની યાદી બનાવી પગલા લેવાશે. આપને જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખો સાથે વન ટૂ વન બેઠક કરી માહિતી મેળવી છે અને જરૂરી પગલા લેવા સૂચનો પણ આપી છે.