કચ્છમાં અવાર નવાર ભૂંકપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર 2.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભચાઉ પાસે કેન્દ્રબિંદુ ભૂકંપનું હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં આ પહેલા પણ તાજેતરમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા ત્યારે ફરી એકવાર આજે 11.38 કલાકે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. કચ્છ જિલ્લા ભચાઉ પાસે 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું જ્યાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે ત્યારે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી હતી. આ ભૂકંપ કચ્છના ખાવડામાં અનુભવાયો હતો. મોડી રાત્રે 3.0ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.
કચ્છમાં અગાઉ રાપરથી લઈને અંજાર સુધી વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે 13 જુલાઈની રાત્રે ખાવડા પાસે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદું ખાવડાથી 35 કિમી નોર્થ વેસ્ટમાં દૂર સામે આવ્યું હતું. કચ્છની ધરા પર એક મહિના પહેલા પણ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પહેલા રાપર સહીતના વિવિધ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ આવી ચૂક્યા છે. એ પહેલા પણ એપ્રિલ મે મહિના આસપાસમાં 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ બદલાતું રહે છે. ત્યારે આજે ફરી એકવાર કચ્છમાં આ આંચકો અનુભવાયો હતો.





