ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચરી એવા બોર્ડની પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના ડમીકાંડમાં કુલ ઝડપાયેલા 61 શખ્સો હાલ જેલ હવાલે છે જે પૈકી બે આરોપીઓએ જામીન માટે અરજી કરતાં ભાવનગરના ચોથા એડિશનલ સેશન્સ જજ પ્રજાપતિની કોર્ટમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.
બોર્ડની તેમજ વિવિધ સરકારી વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમીકાડ ઉજાગર કરનાર યુવરાજસિંહ સહિત શખ્સો સામે તોડકાંડની ફરિયાદ દાખલ થયેલ અને તેઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવેલ ત્યારબાદ તોડકાડ મામલે યુવરાજસિંહના તાજેતરમાં જામીન મંજુર થયા બાદ ડમીકાંડમાં ઝડપાયેલ 61 પૈકી બે શખ્સો નિલેશ ઘનશ્યામભાઈ જાની અને મનસુખ વાલજીભાઈ જાની કે જેમની સામે ભરતનગર પોસ્ટે મા ipc 406, 409, 419, 420, 465, 467, 468, 471, 120 બી, 34 તેમજ 201 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66 ડી. મુજબ ગુનો દાખલ થયેલ અને તેમની ધરપકડ કરી જલહવાલે કરાયેલ. આ બંને શખ્સોએ આજે જામીન અરજી મુકતા ચોથા એડિશનલ સેશન જજ પ્રજાપતિએ જિલ્લા સરકારી વકીલ એમ. આર. જોશીની દલીલો ગ્રાહ્ય રાખી બંનેના જામીન રદ કરી જામીન અરજી ફગાવી દીધી હતી. આમ તોડકાડના આરોપીને જામીન મળ્યા બાદ ડમીકાંડના આરોપીને જામીન મળી જશે તેવી આશા રાખી મુકાયેલા બંને આરોપીઓના જામીન કોર્ટે રદ કર્યા હતા.



