શહેરના કુંભારવાડા રેલવે ફાટક પાસે 14 વર્ષ પૂર્વે જીવ દયા પ્રેમીઓ દ્વારા અબોલ જીવોને બચાવતા ચાર શખ્સોએ જીવદયા પ્રેમીઓ પર કરેલા જીવલેણ હુમલાનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા જે તે સમયના સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર મનોજ જોશીની દલીલો ગ્રાહ્ય રાખી ચારેય શખ્સોને બે બે વર્ષની સજા ફટકારી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 9-9-2009 ના રોજ બપોરે સવા બે વાગ્યાના સુમારે ભાવનગરમાં જીવ દયા પ્રેમીનું કામ સંભાળતા બ્રિજેશભાઈ શાહ સહિત જીવ દયા પ્રેમીઓને મળેલી બાતમીના આધારે કુંભારવાડા રેલવે ફાટક પાસે અબોલ જીવોને ભરી કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા તેઓ અગાઉથી ત્યાં પહોંચી ગયેલ અને તેના કારણે ટ્રકમાં પશુઓ ભરાયેલ નહીં. આથી ઉશ્કેરાયેલા હનીફભાઈ ઉસ્માનભાઈ કાલવા, ગફારભાઈ ઉસ્માનભાઈ કાલવા, ગફાર જમાલભાઈ બાવનકા તથા રફીક ઉસ્માનભાઈ કાલવાએ જીવદયા પ્રેમી બ્રિજેશભાઈ શાહ તથા તેના સાથીઓ પર તલવાર, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ બનાવવા અંગે જે તે સમયે ફરિયાદ નોંધાવતા પોલીસે ipc 147, 148, 149, 307, 403, 506 (2) અને બીપી એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધી હતી
આ બનાવ અંગે જે તે સમયે ફરિયાદ પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મનોજભાઈ આર. જોશીએ દલીલો કરી હતી. આ બનાવવાનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ. પીરજાદાએ અલગ અલગ દસ્તાવેજી પુરાવા, મૌખિક જુબાની, દલીલો તેમજ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી તમામ ચારેય શખ્સોને કસુરવાર ઠેરવી બે બે વર્ષની સજા ફટકારી હતી.




