રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા અમદાવાદનાં નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં 36 માં પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો હતો. જી.એસ.મલિક 1993 ની બેચનાં આઈપીએસ અધિકારી છે. તેમજ 8 જાન્યુઆરી 1994 નાં રોજ આઈપીએસ તરીકે તેમની નિમણૂંક કરાઈ હતી.
રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ શહેરનાં નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે શહેરનાં 36 માં CP તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો હતો. કમિશ્નર કચેરી ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું આ પ્રસંગે શહેરનાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.





