જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર DGCA દ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે.
જેટ એરવેઝને ફરી શરુ કરવા માટે કામ કરી રહેલા જાલાન-કાલરોક કન્સોર્ટિયમે આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, જેટ એરવેઝને પુનઃશરૂ કરવા માટે ભારતીય ઉડ્ડયન નિયમનકારનો અમારામાં વિશ્વાસ દર્શાવે છે. આ સાથે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, અમે DGCA અને તમામ હિતધારકોનો આભાર માનીએ છીએ જેમણે જેટ એરવેઝને ફરીથી શરૂ કરવા માટે જાલાન-કાલરોક કન્સોર્ટિયમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ જેટ એરવેઝને સફળ બનાવશે






