પાકિસ્તાન-અફઘાનીસ્તાન અને મ્યાનમાર એ ડ્રગ (માદક દ્રવ્યો)ના ઉત્પાદન પ્રોસેસીંગના હબ બની ગયા છે અને ભારતની પાક તથા મ્યાનમાર સાથેની સરહદો પરથી આ ડ્રગનો મોટો વ્યાપાર ચાલે છે તે વચ્ચે નાર્કોટીક કંટ્રોલ બ્યુરોએ ડાર્ડ-વેબ મારફત ચાલતા દેશમાં સક્રીય સૌથી મોટા માદક દ્રવ્યોની હેરાફેરીના નેટવર્કને શોધી કાઢી તેમાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
એજન્સીએ તેના દરોડામાં ફરીદાબાદના વલ્લભગઢમાં રહેતા આ કાર્ટેલના માસ્ટર માઈન્ડ તથા તેના બે સાથીઓની ધરપકડ બાદ કુલ છ મામલામાં 22 લોકોની ધરપકડ કરીને 29013 એલએસડી બ્લોટસ (પ્રવાહી રસાયણની શીશી) 472 ગ્રામ એમડીએમએ પાવડર તથા 51.38 લાખ રોકડ ઝડપી હતી.