હાલમાં જ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં આમને-સામને થશે. વિશ્વ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટૂર્નામેન્ટની પ્રથમ અને છેલ્લી મેચનું આયોજન કરશે.
ઉલ્લેખનીય છે કે, 2023 ODI વર્લ્ડકપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, જેમાં દિલ્હી, ધર્મશાળા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. દુનિયાભરના ચાહકો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ભારે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વર્ષો બાદ ક્રિકેટ રસિયાઓને આ મેચ નિહાળવા મળશે.