મુંબઇ એરપોર્ટ પર એક મોટી સર્જાતી અટકી ગઇ હતી. વિસ્તારાના વિમાન પર ટો-ટ્રકની મદદથી સામાન ચડાવાઇ રહ્યો હતો ત્યારે ટ્રકે વિમાનના એન્જિન સાથે અથડાયો હતો. જો કે મોટુ નુકસાન કે જાનહાની નહોતી થઇ.
મળતી માહિતી મુજબ એરપોર્ટ પર વિસ્તારા એરલાઈન્સના વિમાનના એન્જિનને એક ટો-ટ્રકે ટક્કર મારી હતી. દુર્ઘટના પુશ બેક દરમિયાન થઈ હતી. ફ્લાઈટ મુંબઈથી કોલકાતા માટે ઉડાન ભરવાની હતી. મુંબઈ એરપોર્ટ પર ટો-ટ્રકની મદદથી વિમાનમાં સામાન ચઢાવવામાં આવતો હતો. આ દરમિયાન પુશબેક સમયે ટો-ટ્રકના ડ્રાઈવરનું ધ્યાન ભટકી ગયું અને ટ્રકનો પાછળનો ભાગ પ્લેનના એન્જિન સાથે અથડાયો હતો. આ દુર્ઘટના સમયે તમામ યાત્રી પ્લેનમાં બેસી ગયા હતા અને પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર હતું. જો કે સદનસીબે આ ટક્કર બાદ પણ વધુ નુકસાન નહોતુ થયું અને તમામ યાત્રી સુરક્ષિત હતા. આ ફ્લાઈટ મુંબઈથી કોલકાતા જવાની હતી અને પ્લેનમાં 140 યાત્રી સવાર હતા.