બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી છે તેનો મૃતદેહ રૂમમાં દોરડાથી લટકતો મળી આવ્યો હતો.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિન દેસાઈ પર 250 કરોડનું દેવું હતું. તેણે એક કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. વ્યાજ સહિત લોનની કુલ રકમ 250 કરોડ થઈ ગઈ હતી. જેના કારણે તેઓ આર્થિક દબાણમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દેવાના કારણે નીતિન દેસાઈએ જીવનનો અંત આણ્યો હતો.




