PMOના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર નટરવલાલ સંજય રાય ઉર્ફે સંજય શેરપુરીયાના દેશભરમાં 42 સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. EDએ આ આ દરોડા ગાંધીધામ સહિત દેશના જૂદા-જૂદા શહેરોમાં દરોડા પાડીને કુલ 14.54 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ છે.
જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી ફાઇવ સ્ટાર હોટેલમાં જલસા કરનારાં મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગ સંજય પ્રકાશ રાય ઉર્ફે શેરપુરિયા સામે EDએ નવી દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં ફરિયાદ તથા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મહાઠગ અત્યાર સુધીમાં સેકડો કરોડો રુપિયાની છેતરપીંડી કરી ચૂક્યો છે. આ પહેલા ઉત્તર પ્રદેશ ATFએ સંજય રાય ઉર્ફે શેરપુરિયાની વિભુતખંડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આ પહેલા 28મી જૂલાઈના પટીયાલા હાઉસકોર્ટમાં ED દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી, પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ છેતરપીંડી માટે દાખલ થયેલા આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
EDના સતાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશભરમાંથી નવી દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાઝીપુર, પુણે અને ગાંધીધામ સહિત કુલ 42 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે જુન મહિનામાં સંજય પ્રકાશ રાયની EDએ અટકાયત કરી હતી. ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા ઠગ સંજય પ્રસાદ રાયે ગાંધીધામથી નોકરી કરી કેરિયરની શરૂઆત કરી હતી. સંજય રાય કચ્છમાં વર્ષો પહેલા હોટેલ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતો હતો.
સંજય રાય ઉર્ફે સંજય શેરપુરિયાના મોટા કારનામાં સામે આવ્યા છે. સામાન્ય ડ્રાઈવરથી નટવરલાલ બનેલા આ ઠગની ગજબની સ્ટોરી છે. આ ઠગ ખોટી કંપનીઓ બનાવી મોટા પ્રમાણમાં છેતરપીંડી કરતો હતો. એસટીએફ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં સંજય પાસેથી કેટલાક ખુલાસા મળ્યા હતા. ઠગ સંજયની છેતરપીંડીમાં કેટલાય મોટા ઓફિસરો ફસાયા હોવોની વાત પણ સામે આવી હતી. ભાજપના કેટલાય નેતાઓને આ ઠગે ચુનો લગાવ્યો છે.