રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી નામ બદલી ફસાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા આવ્યા છે અથવા તો દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી માં-બાપને હેરાન કરી તેમની પાસેથી રોકડ રૂપિયાથી લઈને પ્રોપર્ટી પડાવી લેવાના પણ કારસા રચાઇ રહ્યા છે. ઘણા એવા પણ બનાવો બન્યા છે કે દીકરી પોતાના માં-બાપને ઓળખવા સુધી પણ સ્પષ્ટ ઈનકાર કરી દે છે. હાલ અનેક યુવતીઓ આ માયાજાળમાં ફસાઈ રહી છે. લવજેહાદને કાબૂમાં લેવા કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે તો પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. એવામાં અમદાવાદમાંથી વધુ એક લવ જેહાદનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદ શહેરના ઈસનપુર ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને ઈલિયાસ નામના યુવકે યશ નામ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ ઈલિયાસે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે સગીરાને યુવકનું અસલી નામ ઈલિયાસ હોવાનું જણવા મળતા જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. સગીરાએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જેથી સગારાની માતા તાત્કાલિક ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ઈલિયાસ સામે ફરિયાદ નોંધાવી હતી.