હરિયાણાનાં નુંહમાં મોહમ્મદપુર રોડ સ્થિત ગેરકાયદેસર સરકારી જમીન ઉભી થયેલી ઝુંપડપટ્ટી પર તંત્રએ બુલડોઝર ફેરવી સરકારી જમીનને ખુલ્લી કરાવી હતી. હરિયાણા નુંહમાં હિંસા ફાટી નીકળ્યા બાદ શહેરી વિસ્તાર ડેપ્યુટી મેજીસ્ટ્રેટ અન એચડીએમ તાવડુ સંજીવકુમારના આદેશના પગલે તંત્રએ રેપીડ એકશન ફોર્સની બે કંપનીઓની મદદથી ગેરકાયદેસર ઉભી થયેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.