મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીના ચાર રાજ્યમાંના અંદાજે 3૦ ઠેકાણાઓ પર ઈન્કમટૅક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. સેંકડો કરોડ રૂપિયાના ભંડોળની ગેરરીતિ થઈ હોવાનું જાણવા મળ્યું છે તેવું એક સ્ત્રોતે જણાવ્યું હતું. કલ્પતરુ ગ્રૂપ ઓફ કંપનીઝમાં કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ સહિતની અન્ય ત્રણ કંપનીનો સમાવેશ થાય છે. ચારે ગ્રૂપ કંપની પર ઈન્કમટૅક્સની નજર છે તેવું સ્ત્રોતે જણાવ્યું હતું.
ગ્રૂપ ફાઉન્ડર મોફટરાજ પી મુનોટ અને મેનેજિંગ ડિરેક્ટર પરાગ એમ મુનોટના નિવાસસ્થાન પર પણ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી તેવું સ્ત્રોતે જણાવ્યું હતું.શુક્રવારે કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલના શેર્સ ૩.૬ ટકા ઘટયા હતા.દરમિયાન એક અન્ય કંપની જેએમસી ગ્રૂપ પર પણ આવકવેરા વિભાગે શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગ્રૂપ રેલવે, રોડ સહિતના પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે.