દેશી માલવાહક જહાજોના માલિકો આ દિવસોમાં મુશ્કેલીમાં છે. સરકારી વીમા કંપનીએ અચાનક વીમો લેવાની ના પાડી દીધી છે. આ અંગે વિગત આપતાં, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા સેઈલિંગ વેસેલ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી હિતેન દેસાઈ કહે છે, “સદીઓથી, લાકડામાંથી બનેલા સંપૂર્ણ સ્વદેશી કાર્ગો જહાજનો ઉપયોગ આજે પણ માલસામાનના પરિવહન માટે થાય છે. માત્ર ભારતમાં જ નહીં,પણ એશિયાના દેશો દુબઈ, શ્રીલંકા, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, એડનની ખાડી, પૂર્વ આફ્રિકા વગેરે દેશોમા ભારતમાંથી વર્ષોથી થાય છે અને આથી જ માલવાહક જહાજોનો વીમો લેવામાં આવે છે, જેથી સમુદ્રની વચ્ચે તોફાન આવે અથવા જો આગ લાગે તો વીમા દ્વારા પૈસા પરત મળે અને કરોડોનું જહાજ ફરીથી બનાવી શકાય પરંતુ આ પહેલીવાર છે જ્યારે સરકારી વીમા કંપની વીમો લેવાનો ઇનકાર કરી રહી છે,” તેવો એસોસિએશનનો દાવો છે.