બજાજ આગામી સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીઓ Ola S1 Pro અને TVS iQube તેમજ Ather 450X સાથે સ્પર્ધામાં બ્લેડ નામનું તેનું બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી શકે છે.
બજાજ ઓટોએ Triumph સાથે ભાગીદારીમાં બે નવી બાઇક્સ Triumph Speed 400 અને Triumph Scrambler 400X લોન્ચ કરી છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આવનારા સમયમાં બજાજ પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં વધુ એક પ્રોડક્ટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનું નામ બ્લેડ હોઈ શકે છે. આવનારા સમયમાં હોન્ડા, સુઝુકી, યામાહા સહિત અન્ય કંપનીઓ ભારતીય માર્કેટમાં તેમના ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. બજાજ ઓટો દર વર્ષે એક ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. બજાજના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે વધુ વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
બજાજ ઓટોએ હજુ સુધી તેના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે કંઈપણ જાહેર કર્યું નથી, પરંતુ બજાજ બ્લેડનું પરીક્ષણ ઘણી વખત કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી તહેવારોની સિઝનમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, બજાજના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મોટી બેટરી પેક અને વધુ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર હોઈ શકે છે, જે Ather અને Olaના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ કરતાં વધુ પાવર, સારી બેટરી રેન્જ અને સ્પીડ ક્ષમતા ધરાવશે. આ બજાજ ઈલેક્ટ્રિક સ્કૂટરનો લુક અને ફીચર્સ પણ વર્તમાન ચેતક ઈલેક્ટ્રિક કરતાં વધુ સારા હોઈ શકે છે. તેમાં ટ્વિન હેડલેમ્પ સેટઅપ તેમજ સ્માર્ટફોન કનેક્ટિવિટી સહિતની ઘણી સુવિધાઓ હોઈ શકે છે.