સ્વદેશી કંપની Royal Enfield આવનારા બે વર્ષમાં એટલે કે 2025 સુધીમાં ઇલેક્ટ્રિક મોટરસાઈકલ લોન્ચ કરી શકે છે. રોયલ એનફિલ્ડની આગામી ઇલેક્ટ્રિક મોટરસાઇકલના પ્રોટોટાઇપનું પરીક્ષણ કરી રહી છે અને તેનું પ્રોડક્શન-રેડી વર્ઝન 2017માં તૈયાર થઈ જશે. આગામી બે વર્ષમાં શેરીઓમાં જોઈ શકાશે.
રોયલ એનફિલ્ડ આ મહિને તેની નવી મોટરસાઇકલ લોન્ચ કરવા જઇ રહી છે. જે કદાચ ન્યૂ જનરેશન બુલેટ 350 હશે. આવનારા સમયમાં, હિમાલયન 450 સાથે, રોયલ એનફિલ્ડના વધુ નવા ઉત્પાદનો 350 ccથી 650 cc સેગમેન્ટમાં આવવાના છે. આ બધાની વચ્ચે, રોયલ એનફિલ્ડની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ વિશે પણ સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે.
રોયલ એનફિલ્ડે આ માટે એક ખાસ ટીમ તૈયાર કરી છે, જે ઈલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસ પર ફોકસ કરશે. Royal Enfield EV બિઝનેસ માટે આવનારા સમયમાં એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રોયલ એનફિલ્ડ ખૂબ જ આક્રમક બનીને EV બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારી કરી રહ્યું છે અને આવનારા સમયમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે.
રોયલ એનફિલ્ડ મિડસાઈઝ મોટરસાઈકલ સેગમેન્ટમાં રાજ કરે છે અને ક્લાસિક 350, હન્ટર 350, બુલેટ 350, સ્ક્રેમ 411 અને 650 ટ્વિન્સ સહિત ઘણી લોકપ્રિય મોટરસાઈકલ વેચે છે. જો કે, તાજેતરના સમયમાં, ભારતીય બજારમાં Triumph Speed 400 અને Harley Davidson X440 જેવી મોટરસાઇકલની એન્ટ્રી સાથે, કેટલીક વસ્તુઓ બદલાઈ શકે છે અને રોયલ એનફિલ્ડને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.