OnePlus દ્વારા OnePlus Ace 2 સ્માર્ટફોનના સત્તાવાર લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. આ ફોન આ મહિને ઓગસ્ટમાં લોન્ચ થશે. આ ફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે. જોકે આ ફોન ચીનની બહાર લોન્ચ થશે કે નહીં? હાલમાં આ અંગે કોઈ માહિતી નથી.
OnePlus એ તેના OnePlus Ace 2 સ્માર્ટફોનની ઉપલબ્ધતાની જાહેરાત કરી છે. આ ફોન ઓગસ્ટમાં ચીનમાં લોન્ચ થશે અને એરોસ્પેસ ગ્રેડ 3D કૂલિંગ સાથેનો વિશ્વનો પહેલો સ્માર્ટફોન હશે. આ સિવાય ફોનની અનેક ખાસિયતો અને નવા ફિચર્સ લોકોને મળશે.
કંપનીનો દાવો છે કે OnePlus Ace 2 એરોસ્પેસ ગ્રેડ 3D કૂલિંગ સાથે આવનારો વિશ્વનો પહેલો સ્માર્ટફોન હશે. જો ટીઝર રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કંપનીએ OnePlus Ace 2ના રેમ વેરિઅન્ટની જાહેરાત કરી છે. ફોનને 12 જીબી રેમ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ સિવાય ફોનને 16 GB અને 24 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ લોન્ચ કરવામાં આવશે.
ફોનમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોન 1.5K પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ સાથે આવશે. તેનો પીક રિફ્રેશ રેટ સપોર્ટ 120Hz છે. ફોન 12GB GB રેમ અને 24GB LPDDR5x રેમ સપોર્ટ સાથે ઓફર કરવામાં આવશે. ફોનમાં 1TB માઇક્રો SD કાર્ડ સપોર્ટ આપવામાં આવશે. પાવર બેકઅપ માટે ફોનમાં 5500mAh બેટરી આપી શકાય છે. ફોન 150W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોનમાં 32MP સેલ્ફી કેમેરા સેન્સર આપવામાં આવશે. જ્યારે ફોનના પાછળના ભાગમાં 50 MP મુખ્ય કેમેરા સેન્સર આપવામાં આવશે. તેમજ 48 MP અલ્ટ્રા વાઇડ લેન્સ અને 32 MP ટેલિફોટો લેન્સ આપવામાં આવશે. ફોન એન્ડ્રોઇડ 13 આધારિત ColorOS 13.1 પર કામ કરશે.