જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું એક ષડયંત્ર નિષ્ફળ ગયું છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અન્ય એક આતંકી ઘાયલ થયાના સમાચાર છે. આ પહેલા પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો. આ ફાયરિંગમાં અન્ય એક ઘુસણખોર ઘાયલ થયો હતો જેની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.