મણિપુરમાં સીએમ એન બિરેન સિંહની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. એનડીએના સાથી પક્ષ કુકી પીપલ્સ એલાયન્સે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. રવિવારે સાંજે પાર્ટીએ આ નિર્ણય લઈને જાહેરાત કરી છે. મણિપુરમાં છેલ્લા 3 મહિનાથી કૂકી અને મૈતઈ સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે અને તેમાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત થયા છે. હિંસાને 3 મહિનાા જેટલો સમય થવા આવ્યો છે તેમ છતાં પણ સ્થિતિ સામાન્ય નથી. કુકી પીપલ્સ એલાયન્સના રાજ્ય સરકારમાં બે ધારાસભ્યો હતા.