વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 શ્રેણીમાં ભારતીય ટીમની ખરાબ પ્રદર્શન કરી રહી છે. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમને બીજી મેચમાં પણ 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે આ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાં હોય તેવું લાગતું હતું, . જેને લઈ ભારતીય ટીમે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જોકે તિલક વર્માએ ભારત વતી શાનદાર અડધી સદી નોંધાવતા આ લક્ષ્ય શક્ય બન્યુ હતુ. નિકોલસ પૂરને તોફાની અડધી સદી નોંધાવીને ભારતીય બોલરોની સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. અંતમાં 19મી ઓવરમાં 2 વિકેટથી વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો.
બીજી મેચ પણ ગયાનામાં રમાઈ હતી, જેમાં 153 રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે નિકોલસ પૂરને 40 બોલમાં સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેમના સિવાય શિમરોન હેટમાયર 22 અને રોવમેન પોવેલે 21 રન બનાવ્યા હતા.
જો કે નિકોલસ પૂરને ભારતીય ક્રિકેટ ચાહકોની તમામ આશાઓ પર પાણી ફેરવતી રમત રમી હતી. તેણે જબરદસ્ત રમત રમી હતી અને ભારતીય બોલરોને સતત મુશ્કેલીનો સામનો કરાવ્યો હતો. પૂરને 40 બોલમાં 67 રનની તોફાની રમત રમી હતી. પૂરને 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પ્રથણ ઓવરના પ્રથમ બોલ પર જ બ્રાન્ડ કિંગની વિકેટ હાર્દિક પંડ્યાએ ઝડપી હતી અને ઓવરના ચોથા બોલ પર જોનસન ચાર્લ્સની વિકેટ ઝડપી હતી. આમ એક જ ઓવરમાં 2 રનના સ્કોર પર 2 વિકેટ ઝડપતા મેચ ભારત તરફે બનવાની આશા સર્જાઈ હતી. જોકે બાદમાં પૂરને બાજી હાથમાં લેતા જ ભારતને મુશ્કેલી સર્જાઈ હતી.
લક્ષ્યનો પીછો કરતી વખતે આ મેચ બે વખત ભારતીય ટીમના હાથમાં જોવા મળી હતી. પરંતુ ટીમે તક ગુમાવી હતી. પ્રથમ ટીમે શરૂઆતમાં જ 2 રનમાં 2 વિકેટ ઝડપીને વિન્ડીઝને બેકફૂટ પર ધકેલી દીધી હતી. પરંતુ નિકોલસ પૂરને પુનરાગમન કર્યું હતું. આ પછી ભારતીય ટીમે વિન્ડીઝને 126થી 129ના સ્કોર વચ્ચે 4 વિકેટ ઝડપી હતી.દરમિયાન 4 રનમાં 4 વિકેટ ગુમાવી હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝે મેચ જીતી લીધી હતી. 9મા અને 10મા નંબરના બેટ્સમેન અકીલ હુસૈન અને અલ્ઝારી જોસેફે માત્ર વેસ્ટ ઈન્ડિઝ માટે મેચ જીતી હતી. અકીલે અણનમ 16 અને અલઝારીએ અણનમ 10 રન બનાવ્યા હતા.