ભરૂચ ભરૂચ તાલુકાના એેક ગામની યુવતિ સાથે સોશિયલ મીડિયામાં હિન્દુ નામ ધારણ કરી 3 સંતાનોના પિતાએ સંપર્ક કરી તેને ભોળવી મૈત્રી કર્યાં બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને પગલે પગુથણના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં છે. ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી યુવતિ સાથે સોશિયલ મીડિયાના માધ્યથી મેહુલ કનુ પટેલ નામનો શખ્સ સંપર્કમાં આવ્યો હતો. તેણે યુવતીને ભોળવી તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ યુવતીને જાણ થઇ હતી કે, યુવાનનું સાચું નામ સિરાજ રૂસ્તમ પટેલ છે તેમજ તે પગુથણ ગામનો વતની છે. ઉપરાંત તેના લગ્ન થયેલાં હોવાનું તેમજ તેને 3 સંતાન હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે યુવતીએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત સિરાજ રૂસ્તમ પટેલની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આરોપીએ સિરાજ લવ જેહાદ જેવા કોઇ ષડયંત્રના ભાગરૂપે કૃત્ય હતું કે કેમ, તેણે બોગસ આઇડી ક્યાંથી, કોની પાસેથી તેમજ કેવી રીતે બનાવી તે સહિતની વિગતો મેળવાશે




