શ્રીનગર
કાશ્મીરમાં આજે વધુ બે ત્રાસવાદીઓનો ખાત્મો કરીને સરહદેથી ઘુસણખોરીનો પ્રયાસ નાકામ બનાવવામાં આવ્યો છે. કાશ્મીરમાં આંતર રાષ્ટ્રીય સીમાએ શંકાસ્પદ પ્રવૃતિ નજરે પડતાં તમામ ચોકીઓને એલર્ટ કરવામાં આવી હતી આ દરમ્યાન બે ત્રાસવાદીઓએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો જયારે સૈન્ય દળોએ પડકાર ફેંકયો હતો.
સામસામા ફાયરીંગ બાદ બન્ને ત્રાસવાદીઓ ઠાર મરાયા હતા. ભારતમાં મોટા ષડયંત્રને અંજામ આપવાનાં ઈરાદે આ ઘુસણખોરીનો પ્રયાસ મનાય છે ઠાર થયેલા ત્રાસવાદીઓ પાસેથી હથીયારો પણ મળ્યા હતા. તેઓની સાથે અન્ય કેટલાંક આંતકવાદી પણ હતા જેઓ પરત નાસી ગયા હતા. સૈન્ય દ્વારા આસપાસનાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું





