અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજોનો છોડ મળી આવ્યો છે. હોસ્ટેલના કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવતા ચર્ચાનો વિષય બની ગયો છે.ગાંજાના છોડ જે જગ્યાએથી મળી આવ્યા તે જગ્યા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના કેમ્પસના D બ્લોક પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.
ખાસ જો વાત કરવામાં આવે તો આ યુનિવર્સિટીમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવતા હોય છે.યુનિવર્સિટીમાંથી NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ગાંજાના છોડ ઉગાડ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. બે અલગ અલગ છોડ મળી આવ્યા છે. જેમાં એક 6.5 ફૂટનો છોડ છે જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ છે. એક નહીં અનેક છોડ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત ૧૩મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે ત્રણ મહિના બાદ એફએસએલનો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ndps એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.