Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહુવા અને પાલીતાણાની પેટા ચૂટણીમા ભાજપ, કોગ્રેસને ત્રણ ત્રણ બેઠકો

પાલીતાણા વોર્ડ નંબર એકની ત્રણે બેઠકો કોંગ્રેસને જ્યારે વોર્ડ નંબર સાતની બંને બેઠકો ભાજપના ફાળે, મહુવાની બેઠક ભાજપે અંકે કરી

aaspassdaily by aaspassdaily
2023-08-08 12:51:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૮
ભાવનગર જિલ્લાની મહુવાની એક તથા પાલીતાણા નગરપાલિકાની પાંચ બેઠક માટે રવિવાર તારીખ 6 ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ ૫૦.૮૧% જેટલુ મતદાન થયુ હતુ જેની આજે મતગણતરી કરતા મહુવા નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તથા પાલીતાણા નગરપાલિકામાં કોંગ્રેસના ૩ અને ભાજપના બે ઉમેદવારનો વિજય થયો હતો.
મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલ જેમાં ભાજપના ઉમેદવાર તરીકે જહાંગીરભાઈ હસનભાઈ કાળવાતર કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશિકભાઈ ભીખુભાઈ મકવાણા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સલીમભાઇ નજુભાઇ મલીકે ફોર્મ ભર્યા હતા અને ત્રિપાખીયો જંગ ખેલાયો હતો જેમાં રવિવારે ચૂંટણી યોજાતા યોજાઇ હતી. જેની આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામાં આવી હતી.


મત ગણતરીના પ્રારંભથી જ ભાજપના ઉમેદવાર આગળ રહ્યા હતા અને અંતમાં ભાજપના ઉમેદવારને 2125 કોંગ્રેસના ઉમેદવારને 1544 તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારને 173 મત મળતા ભાજપના ઉમેદવાર જહાંગીરભાઈ હસનભાઈ કાળવાતરને 600 મતથી લીડથી વિજયી જાહેર કરાયા હતા. મહુવામાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો અને વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી.


પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં પણ રવિવારે મતદાન થયું હતું જેમાં ૫૦.૮૧% ટકા મતદાન થયુ જેની આજે સવારે યોજાયેલી મત ગણતરીમાં કુલ છ ઉમેદવારો પૈકી કોંગ્રેસના ઉમેદવારનો ભાજપના ઉમેદવાર સામે વિજય થયો હતો. પાલીતાણામાં વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં આજે મત ગણતરી બાદ કોંગ્રેસના ઉમેદવાર કિરણબેન ગોવિંદમલ કુકડેજાને 2009 મત, અલારખીબેન નુરુભાઇ અબડાને 1955 મત તથા કિરીટભાઈ શામજીભાઈ સાગઠીયાને 1893 મત મળ્યા હતા આમ આ ત્રણેય ઉમેદવારનો વિજય થયો હતો જ્યાર ઈબ્રાહીમભાઇ હસનભાઈ સૈયદને 1056, જાગૃતીબેન અરવિંદભાઈ જોશીને 933, જ્યારે મોનાબેન પવનકુમારને 890 મત મળ્યા હતા તેમજ ૪૧ મત નોટામાં પડ્યા હતા. આમ પાલીતાણા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. તેમનો વિજય થતાં આગેવાનો તથા કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત વોર્ડ નં. ૭ની બે બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જેની આજે મત ગણતરી થતા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ મુળુભાઈ ગઢવીને 2468 તેમજ રેખાબેન ચંદુભાઈ મકવાણાને 1724 હતો મળ્યા હતા આ બંને ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે જેતુનબેન અબ્બાસભાઈ શાહને 840 તેમજ શરદ દીપકભાઈ વરસડીયાને 284 મત મળ્યા હતા તેમજ નોટાને 45 મતો મળ્યા હતા આમ વોર્ડ નંબર સાતમાં બંને બેઠકો ભાજપના ફાળે ગઈ હતી.આમ ભાવનગર જિલ્લાની મહુવા અને પાલીતાણા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપનો ત્રણ ત્રણ બેઠક પર વિજય થયો હતો.

Previous Post

ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધામાં BPTIનાં વિધાર્થીઓની જવલંત સફળતા

Next Post

ડમીકાંડમાં વધુ ૬ આરોપીઓના જામીન રદ્દ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
ડમીકાંડમાં વધુ ૬ આરોપીઓના જામીન રદ્દ

ડમીકાંડમાં વધુ ૬ આરોપીઓના જામીન રદ્દ

વર્લ્ડ કપ પહેલા દેશ છોડી ગયો પાકિસ્તાનનો વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, હવે આ ટીમ માટે રમશે ક્રિકેટ

વર્લ્ડ કપ પહેલા દેશ છોડી ગયો પાકિસ્તાનનો વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, હવે આ ટીમ માટે રમશે ક્રિકેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.