દિલ્હીના ગાંધી નગર વિસ્તારમાં માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કવાયત ચાલુ છે. દિલ્હીના ગાંધી નગર માર્કેટમાં એક પ્લાયબોર્ડની દુકાનમાં વહેલી પરોઢી આગ લાગી. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે પ્લાયબોર્ડની એક દુકાનમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે. હાલ ફાયરની 21 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે. તેમણે જણાવ્યું કે પ્લાયબોર્ડની દુકાનમાં આગ લાગવાની સૂચના આજે સવારે 4.07 વાગે મળી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ. પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.