ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ પોતાના બેટથી ઈંગ્લેન્ડમાં તોફાન મચાવી દીધું છે. પૃથ્વી શો હાલમાં ઈંગ્લેન્ડમાં ODI કપ રમી રહ્યો છે જ્યાં તેને બેવડી સદી ફટકારીને દિગ્ગજોના દિલ જીતી લીધા છે. આ સાથે તેને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી પણ નોંધાવી છે.
ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાશે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના રન આઉટ ઓપનર પૃથ્વી શૉએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશાયર માટે બેવડી સદી ફટકારી હતી. 23 વર્ષના આ ખેલાડીએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી 152 બોલમાં 244 રનની ઇનિંગ રમી હતી.