હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર અને પૌડીમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ બનેલી છે. હવામાન વિભાગનું આકલન છે કે રાજ્યમાં અચાનક ભારે વરસાદ અને વાદળ ફાટવાની આશંકા છે. વિભાગે 15 ઓગસ્ટ સુધી લોકોને સતર્ક રહેવાનું અને નદી નાળાથી દૂર રહેવાની અપીલ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 5 દિવસ સુધી ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, અને અરુણચાલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આગામી એક સપ્તાહ દરમિયાન દેશના અન્ય હિસ્સાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં 13 ઓગસ્ટ સુધી અલગ અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ સ્તરના છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે. ડો.મનોરમા મોહંતીએ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે પૂર્વાનુમાન કરતા કહ્યું છે કે હાલના તબક્કે રાજ્યમાં 93 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હાલ જરૂરિયાત કરતા 50 ટકા વધુ વરસાદ થયો છે. તેમણે કહ્યું કે હાલ ગુજરાતમાં વરસાદ લાવે એવી એકેય વરસાદી સિસ્ટમ અસ્તિત્વમાં નથી. રાજ્યના કોઈપણ વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં હાલ ક્યાંય નોંધપાત્ર વરસાદની આગાહી નથી.