ભારતીય સિનેમા પ્રેમીઓ માટે આ અઠવાડિયું કોઈ ઉજવણીથી ઓછું નથી, કારણ કે આ અઠવાડિયે ત્રણેય સ્ટાર્સ રજનીકાંત, અક્ષય કુમાર અને સની દેઓલ તેમના ચાહકો માટે તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો લઈને થિયેટરોમાં આવી રહ્યા છે. રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને લોકોમાં એક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોમાં ફરી એકવાર સુપર સ્ટાર રજનીકાંતનો ક્રેઝ જોવા મળ્યો છે. થિયેટરોમાંના શો માત્ર હાઉસફુલ જ નથી, પરંતુ લોકો થિયેટરની અંદર ઢોલ-નગારાના તાલે જોરદાર ડાન્સ કરી રહ્યા છે.
લોકોએ કર્યો ભરપૂર ડાન્સ
બે વર્ષ બાદ રજનીકાંતે મોટા પડદા પર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. તેણે પહેલા દિવસે જ ગ્રાન્ડ ઓપનિંગથી જ હંગામો મચાવ્યો છે. આ ફિલ્મ સની દેઓલની ‘ગદર 2’ અને ‘OMG 2’ની કમાણીમાં મોટો ફટકો મારવા જઈ રહી છે. ‘જેલર’નો પહેલો શો જોવા પહોંચેલા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવો જ એક વીડિયો મુંબઈના ચેમ્બુરના એક સિનેમા હોલમાંથી સામે આવ્યો છે, જેને જોઈને જ ખબર પડે છે કે લોકોનો રજનીકાંત માટે કેટલો પ્રેમ છે.
ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા લોકો
સામે આવેલા આ વીડિયોમાં લોકો ઢોલ-નગારાના તાલે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. લોકો ઢોલના તાલે જોરદાર નાચી રહ્યા છે. કેટલાક લોકોએ હાથમાં રજનીકાંતના બેનરો અને પેમ્ફલેટ પણ પકડ્યા હતા. ફિલ્મ શરૂ થતાં જ લોકો બૂમાબૂમ કરતા જોવા મળે છે. સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો તેમની ફિલ્મ ‘જેલર’ની રિલીઝ પર ચેન્નઈના સિનેમા હોલની બહાર ઉજવણી કરી રહ્યા છે. રજનીકાંતના ચાહકોએ તેમના પોસ્ટરને દૂધ ચઢાવ્યું. ત્યાં લોકો ડીજેના તાલ પર નાચતા જોવા મળ્યા હતા.
‘જેલર’ની રિલીઝ પર લોકોએ રજનીકાંત આગળ ફોડ્યું નારિયેળ
આ સિવાય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેંગલુરુના અરુણા થિયેટરની બહાર લોકો ઢોલ-નગારા પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. થિયેટરની બહાર ઘણા મોટા હોર્ડિંગ્સ જોવા મળે છે. સાથે જ લોકો તહેવારની જેમ ફટાકડા ફોડતા જોવા મળે છે. ઘણા સમય પછી લોકોમાં આ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થિયેટરોને ફૂલોના માળાથી શણગારવામાં આવ્યા છે. લોકો રજનીકાંતના બેનર-પોસ્ટરની સામે નારિયેળ ફોડતા જોવા મળે છે.
સાઉથમાં લોકો રજનીકાંતને ઘણો પ્રેમ કરે છે
તમને જણાવી દઈએ કે, દક્ષિણમાં લોકો રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે. આ જ કારણ છે કે ચેન્નઈ, બેંગલુરુમાં રજનીકાંતની ફિલ્મની રિલીઝના અવસર પર ઓફિસોમાં રજા આપી દેવામાં આવી છે. એટલું જ નહીં, ઘણી ઓફિસો દ્વારા ફિલ્મની ટિકિટ ફ્રીમાં પણ આપવામાં આવી છે.






