હવેથી ખનીજ વહન કરતા વાહનમાં GPS ડિવાઈસ લગાવવું ફરજિયાત કરી દેવામા આવ્યું છે. ખનીજ ચોરો સામે વધુ કડકાઈથી આગળ વધવા આ નિણર્ય કરાયો છે. પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાશે
આગામી તા. 30 સપ્ટેમ્બર-2023 પછી પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાશે. આગામી તા. 30 સપ્ટેમ્બરથી જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડિવાઇસ થકી VTMS પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો રાજ્યમાં ખનીજ ખનન કે વાહન તથા સંગ્રહ માટે ગેરકાયદે ગણાશે. આ અંગે ગત તા. 28મી જુલાઈ 2023 ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો હતો અને આ પરિપત્રમાં જ જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડીવાઇઝ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સુરતમાં આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી હતી.ખાણ અને ખનીજ વિભાગના રાજ્યના આયુક્ત ડો.ધવલ પટેલે ખનીજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ નિમયન માટે ધી માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ-1957ની જોગવાઇઓમાં વધુ કડક જોગવાઇઓ જારી કરતા એક પરિપત્ર બહાર પાડ્યો હતો. બેલગામ બની ગયેલા ખનીજખોરોને અટકાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા લીઝ રિલેટેડ વાહનોને ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર રજિસ્ટર કરી દેવાશે. જેની ડેડલાઈન આગામી તા. 30 સપ્ટેમ્બર નક્કી કરાઈ હતી. સુરતમાં જીપીએસ બેઝ્ડ આ સિસ્ટમ બાદ સરકારે અધિકૃત કરેલા મોડેલ કે એજન્સી મારફત સિસ્ટમ સેટ કરવા જણાવાયું હતું.
——-