સોશિયલ મીડીયાને લઈને એક એવી વાત પણ પ્રચલિત છે કે, તે લોકો પણ નકારાત્મક પ્રભાવ પાડે છે પરંતુ ઓકસફર્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટીટયુટ (ઓઆઈઆઈ)ના સંશોધકોએ 72 દેશોના 10 લાખથી વધુ લોકો પર અધ્યયનમાં જાણ્યું કે, સોશિયલ મીડીયાના ઉપયોગથી લોકોના મગજ નકારાત્મક પ્રભાવ નથી પડતો. આ સંશોધનના પરિણામો રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં પ્રકાશિત થયા છે.
સંશોધકોએ વર્ષ 2008થી લઈને 2019 સુધી ફેસબુકનો ઉપયોગ કરનાર દુનિયાના વિભિન્ન દેશોના લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન તેમને એવા કોઈ પુરાવા ન મળ્યા કે ફેસબુકના સતત પ્રસારની લોકાના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડતો હોય ઓઆઈઆઈએ જણાવ્યું હતું કે, ફેસબુકની ભૂમિકા માત્ર આંકડા પ્રદાન કરવા સુધી હતી. આ બારામાં પ્રોફેસર પ્રિઝીબિલ્સ્કીએ જણાવ્યું હતું કે, અમે ઉપલબ્ધ ડેટાની સાવધાનીથી તપાસ કરી અને લાંબા સમય સુધી વિશ્લેષણ બાદ નિષ્કર્ષ કાઢયો હતો.
સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નકારાત્મક મનોવૈજ્ઞાનિક પરિણામોનો રિપોર્ટ સામાન્ય બાબત છે. આ પહેલા અનેક સંશોધનોમાં આવા દાવા કરાયા છે, પણ તે તથ્યાત્મક ઓછા અને કાલ્પનિક વધુ હોય છે. રિપોર્ટ અનુસાર સંશોધકોએ આ પ્રોજેકટ પર કોરોના મહામારી પહેલા કામ શરૂ કરી દીધું હતું ત્યારબાદ ફેસબુક બે વર્ષથી વધુ સમય સુધી ડેટા ઉપલબ્ધ કરાવ્યો.