WhatsApp વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન છે. 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. યુઝર્સની સુવિધા માટે કંપની નવા ફીચર્સ અને અપડેટ્સ લાવતી રહે છે. કંપનીએ હાલમાં જ ગ્રુપ કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગનું ફીચર બહાર પાડ્યું છે. થોડા દિવસો થયા નથી કે હવે કંપનીએ વધુ એક નવું ફીચર લાવવાનું શરૂ કર્યું છે. ટૂંક સમયમાં જ યુઝર્સ ગ્રુપ કોલ પણ શેડ્યૂલ કરી શકશે.
હાલમાં, Skype જેવી એપ્લીકેશનનો ઉપયોગ મીટિંગ વગેરે માટે થાય છે કારણ કે તેમાં ગ્રુપ કોલ શેડ્યૂલ કરવાની સુવિધા મળે છે. આ ફીચરની વોટ્સએપમાં ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી. કરોડો યુઝર્સ હોવા છતાં પણ મોટાભાગના લોકો મીટિંગ માટે સ્કાઈપ એપનો ઉપયોગ કરતા હતા. આને ધ્યાનમાં રાખીને હવે કંપનીએ ગ્રૂપ કોલ શેડ્યૂલ કરવાની સુવિધા આપી દીધી છે.
સુવિધા બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી
વોટ્સએપના આવનારા ફીચર્સ અને અપડેટ્સ પર નજર રાખનારી વેબસાઈટ Wabatinfo અનુસાર, કંપની હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહી છે. ગ્રુપ કોલ શેડ્યુલિંગ ફીચર હમણાં જ કેટલાક બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. અત્યારે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને જો તે બીટા ટેસ્ટિંગમાં યોગ્ય રીતે પરફોર્મ કરશે તો ટૂંક સમયમાં તેને તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.
ટૉપિક લખવાનો વિકલ્પ પણ હશે
ગ્રુપ કૉલ શેડ્યૂલ કરતી વખતે, યુઝર્સને કૉલની તારીખ અને ટૉપિક લખવાનો વિકલ્પ પણ મળશે. રિપોર્ટ અનુસાર ગ્રુપ કોલમાં બે પ્રકારના ઓપ્શન પણ આપવામાં આવશે. જો તમે વૉઇસ ગ્રુપ કૉલ અને વીડિયો ગ્રુપ કૉલ વચ્ચે પસંદગી કરી શકો. જ્યારે તમે ગ્રૂપ કૉલ શેડ્યૂલ કરો છો, ત્યારે તમે જેમની સાથે ગ્રૂપ કૉલમાં સમાવેશ કર્યો છે તેઓને તેનું નોટિફિકેશન લગભગ 15 મિનિટ અગાઉ મળી જશે.






