મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના મોત થયા છે. પોલીસે ગુનો દાખલ કરીને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર વડોદરાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતક અમિત રાઠોડ અને પ્રકાશ સોની નામના બે યુવકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો વરણામા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા-બગોદરા નજીક અકસ્માતમાં 11ના મોત
ગઈકાલે અમદાવાદના બાવળા-બગોદરા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે PM, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.