પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો દરેક ઘરે તિરંગા ચળવળને વધુ મજબૂત બનાવીએ. આ ઝુંબેશ રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થકી દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો દરેક ઘરે તિરંગા ચળવળને વધુ મજબૂત બનાવીએ. આ ઝુંબેશ રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થકી દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન દેશમાં થઇ રહેલાં સકારાત્મક પરિવર્તનો વિશે વાત કરી તેમજ સ્વાતંત્ર્ય દિવસ વિશે પણ બોલ્યા. આ દરમિયાન વડાપ્રધાને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની પણ ઘોષણા કરી તો હર ઘર તિરંગા અભિયાન આ વર્ષે પણ ચલાવવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને આગામી મહિને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતપોતાના ઘરો પર ત્રિરંગો ફરકાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીએ તેના સભ્યોને સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની યાદમાં તેના ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે સવારની સરઘસ દરમિયાન ભક્તિ ગીત ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ગાવાનું જણાવ્યું હતું. તમામ રાજ્ય એકમોને જાહેર કરાયેલા આદેશમાં, પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે, ભાજપે તેના તમામ રાજ્ય એકમો, સાંસદો અને ધારાસભ્યોને 9 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા અઠવાડિયાના ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા દેશભરમાં આદેશ આપ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બીજેપી પ્રમુખ જેપી નડ્ડા અને વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પાર્ટીના કાર્યકર્તાઓ, રાજ્ય એકમના પ્રમુખો અને સંગઠન મહાસચિવો સાથે ઓનલાઈન બેઠક યોજી હતી અને તેમને પ્રચારમાં ભાગ લેવાની સુચના આપી હતી.