સુરતમાં ઘોળા દિવસે બેંકમાં 13 લાખની લૂંટની ઘટના સામે આવતાં સનસનાટી મચી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલી બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકના કર્મચારીને બંદક બનાવી લૂંટ ચલાવી હતી. બંદૂકની અણીએ તસ્કરોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તસ્કરો હેલ્મેટ પહેરીને બેંકમાં ઘૂસ્યા હતા અને લૂંટ મચાવી ફરાર થઇ ગયા હતા.
લૂંટનો બનાવ સચિન વાંજ ગામની એક બેંકમાં બન્યો છે. તસ્કરોએ બેંક રહેલા મેનેજર અને કર્મચારીને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. બંદૂકની અણીએ ચારથી પાંચ લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. . તસ્કરો રોકડા 13 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં સનસનાટી મચી ગઇ છે. લૂંટની ઘટના સામે આવતા સુરત પોલીસ દોડતી થઇ છે. સુરત ડીસીબી, પીસીબી, એસઓજી સહિત ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.