વેજલપુર રજીસ્ટર કચેરીમાં સબ રજીસ્ટાર વર્ગ-3 સોસાયટીના દસ્તાવેજ રજીસ્ટર કરાવી આપવા માટે રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
વેજલપુરમાં આવેલ રજીસ્ટાર કચેરીમાં તુલસીદાસ પુરૂષોત્તમભાઇ મારકણા વર્ગ-3 સબ રજીસ્ટાર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે વેજલપુરમાં આવેલી એક સોસાયટીના મકાનોના દસ્તાવેજો રજીસ્ટર કરાવવા માટે તુલસીદાસે કુલ રૂ. 1.50 લાખની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે એસીબીએ છટકુ ગોઠવીને સબ રજીસ્ટારને રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.