ઓનલાઇન રમતો પર 28 ટકા ટેક્સ લાદવાનો રસ્તો સાફ થઇ ગયો છે. ચોમાસુ સત્રમાં આ અંગેનું બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું, જે મુજબ હવે ઓનલાઇન ગેમિંગ, કસીનો અને હોર્સ રેસ ક્લબો પર 28 ટકાના દરથી જીએસટી લગાવવામાં આવી શકે છે. આ પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પણ એને મંજુરી આપવામાં આવી હતી. આ અગાઉ GST કાઉન્સિલે પણ વધુ સ્પષ્ટતા માટે CGST એક્ટ 2017ની ત્રીજી અનુસૂચિમાં સંશોધન કરવા ભલામણ કરી હતી.