જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાંતલપુરમાં રહેતા પરિવારે પોતાની વાડીએ જ ઝેરી દવા પી લેતા પતિ,પત્ની અને પુત્રનું મોત થયું છે. જ્યારે પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. બનાવનું કારણ અકબંધ છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાંતલપુર ગામમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ આજે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈને આત્મહત્યા પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતી અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવનું કારણ અકબંધ છે. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.મૃતકના નામ વિકાસભાઈ રમણિકભાઈ દુધાત્રા, હીનાબેન, વિકાસભાઈ દુધાત્રા, મનન વિકાસભાઈ દુધાત્રા છે. હેપી વિકાસભાઈ દુધાત્રા સારવાર હેઠળ છે.