Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગલવાન અથડામણ બાદ વાયુસેનાએ સૈનિકોને પૂર્વી લદ્દાખમાં કર્યા તૈનાત

68 હજાર સૈનિકોને કર્યા હતા એરલિફ્ટ: ભારતીય વાયુસેનાએ ફાઈટર વિમાનના અનેક સ્કવોડ્રન તૈયાર કરાયા

aaspassdaily by aaspassdaily
2023-08-14 10:28:11
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કોર કમાન્ડર લેવલની 19મી બેઠક મળવાની છે. ત્યારે આ પહેલાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. 15 જૂન, 2020નાં રોજ ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ ભારતે પૂર્વી લદ્દાખમાં સેનાની તૈનાતી વધારી દીધી હતી. ગલવાનમાં થયેલી અથડામણ પછી ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર હતા. ભારતનો સ્પષ્ટ મત હતો કે જો ચીન દ્વારા કોઈ નાપાક પ્રવૃત્તિ કરાશે તો તેમણે જડબાતોડ જવાબ આપવામાં આવશે.
તેમણે માહિતી આપી હતી કે 15 જૂન, 2020 ના રોજ બંને પક્ષો વચ્ચેના સૌથી ગંભીર સૈન્ય અથડામણની પૃષ્ઠભૂમિમાં, ભારતીય વાયુસેનાએ ફાઇટર જેટની ઘણી સ્ક્વોડ્રનને ‘તૈયાર સ્થિતિમાં’ રાખવા ઉપરાંત , એ દુશ્મનના અડ્ડા પર ચોવીસ કલાક દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે તેના Su-30 MKI અને જગુઆર ફાઇટર એરક્રાફ્ટને આ વિસ્તારમાં તૈનાત કર્યા છે.IAF ની વ્યૂહાત્મક ‘એરલિફ્ટ’ ક્ષમતા છેલ્લા વર્ષોથી કેવી રીતે વધી છે તેનો ઉલ્લેખ કરતા, સૂત્રોએ જણાવ્યું હતું કે એક વિશેષ ઓપરેશન હેઠળ, સૈનિકો અને શસ્ત્રો IAF ના પરિવહન કાફલા દ્વારા LAC સાથેના વિવિધ મુશ્કેલ વિસ્તારોમાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવ્યા છે.
ગલવાનમાં આ અથડામણ પછી ભારતીય વાયુસેનાએ 68 હજારથી વધુ ભારતીય સૈનિકોને દેશના અન્ય વિસ્તારમાંથી એરલિફ્ટ કરીને પૂર્વી લદ્દાખમાં પહોંચાડ્યા હતા. આ ઉપરાંત 90 ટેન્ક અને અન્ય હથિયારોને પણ પૂર્વી લદ્દાખમાં પહોંચાડવામાં આવ્યા હતા. ગલવાન અથડામણ બાદથી જ ચીન પર 24 કલાક નજર રાખવામાં આવી રહી હતી. આ ઉપરાંત ગુપ્ત જાણકારી એકઠી કરવા માટે SU-30 MKI અને જેગુઆર ફાઈટર વિમાનને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
રક્ષા અને સુરક્ષા પ્રતિષ્ઠાનના સૂત્રોએ કહ્યું કે એર પેટ્રોલિંગ માટે પૂર્વી લદ્દાખમાં રાફેલ મિગ-29 સહિત મોટી સંખ્યામાં ફાઈટર પ્લેનને તૈનાત કરવામાં આવ્યા હતા. તો વાયુ સેનાના વિભિન્ન વિમાનોની મદદથી ગોળા બારુદ અને અન્ય હથિયાર પહોંચાડવામાં આવ્યા હતા. SU-30 MKI અને જગુઆર ફાઈટર વિમાનના સુપરવિઝનની મર્યાદા 50 કિલોમીટર છે અને તેથી જ તે સુનિશ્ચિત કરાયું હતું કે ચીની સૈનિકોની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવે.અથડામણ પછી ભારતીય વાયુસેનાએ ફાઈટર વિમાનના અનેક સ્કવોડ્રન તૈયાર રાખ્યા હતા. એક રીતે આ સમગ્ર પ્રક્રિયા વાયુ સેનાની વધતી રણનીતિક એરલિફ્ટ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનું પણ હતું. વાયુસેનાએ એકમદ કઠિન પરિસ્થિતિઓમાં પોતાનું કામ કર્યું અને પોતાના લક્ષ્યને પૂરા કર્યા.
ગલવાનમાં થયેલી અથડામણ બાદ સરકાર પણ એકદમ એક્ટિવ થઈ ગઈ હતી અને પૂર્વી લદ્દાખમાં 3500 કિલોમીટર લાંબા LAC પર જરુરી વાત પર જોર આપવાનું શરુ કર્યું. જે બાદ એરફોર્સે પોતાની ફાઈટર ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ભર્યા. અરુણાચલ પ્રદેશમાં LACની સાથેના પર્વતીય ક્ષેત્રમાં સહેલાયથી સામાન લઈ જવા માટે M-777 અલ્ટ્રા લાઈટ તોપો પણ તૈનાત કરાઈ.ગલવાનમાં અથડામણ બાદ ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં પણ ઘાતક હથિયારો તૈનાત કર્યા. દુર્ગમ ક્ષેત્રમાં સંચાલિત થનારા અમેરિકી નિર્મિત વાહન સંચાલિત થયા. તો ઇઝરાયેલથી 7.62 એમએમ લાઈટ મશીનગન અને અન્ય ઘાતક હથિયારોથી પણ સેનાને સજ્જ કરાઈ.

Previous Post

ચહેરા પર ગ્લો લાવવા માટે લોટથી બનાવો ફેસ પેક, ઓછી કિંમતમાં મળશે ઈન્સ્ટન્ટ ગ્લો

Next Post

શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક ખાતે ત્રિરંગા રેલી

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક ખાતે ત્રિરંગા રેલી

શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક ખાતે ત્રિરંગા રેલી

દિલ્હીમાં ઘણા સ્થળોએ બોમ્બ હોવાના કોલથી હડકંપ

દિલ્હીમાં ઘણા સ્થળોએ બોમ્બ હોવાના કોલથી હડકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.