ટીકીટ બારી પર ત્રણસો કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ફિલ્મ ‘ધી કશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે હું દેવાળીયો થઈ ગયો છું. વિવેક અગ્નિહોત્રી હાલ તેની નવી વેબસીરીઝ ‘ધી કશ્મીર ફાઈલ્સ અન રિપોર્ટેડ’ને લઈને ચર્ચામાં છે આ શોમાં તે કશ્મીરી પંડીતોની કથાઓ દર્શાવી રહ્યા છે.
આ ઉપરાંત તે પોતાની નવી ફિલ્મ ‘વેકસિન વોર’ પર કામ કરી રહ્યા છે. જયારે તેને નવી ફિલ્મનાં બારા પૂછવામાં આવ્યુ કે, આ ફિલ્મ ‘ધી કશ્મીર ફાઈલ્સ’ની જેમ વ્યાવસાયિક રીતે સફળ રહેશે તો તેના પર વિવેક કહ્યું હું આ બાબતોમાં ધ્યાન નથી આપતો. તેણે કહ્યું હતું કે ધી કશ્મીર ફાઈલ્સ વ્યાવસાયિક રીતે સફળ છે પણ આ ફાયદાનો હું ભાગ નથી બની શકયો.હું જે પણ પૈસા કમાયો તે બધા પૈસા બીજી ફીલ્મ ધી વેકિસન વોરમાં લગાવી દીધા છે એટલે હવે હું પહેલાની જેમ દેવાળીયો થઈ ગયો છુ.વિવેકે જણાવ્યું હતું કે તે અને તેની પત્નિ પલ્લવી (જોષી) ચર્ચા કરી રહ્યા હતા કે હવે પૈસા નથી તો આગામી ફિલ્મ માટે ફરીથી સંઘર્ષ શરૂ થઈ ગયો