હિમાચલ પ્રદેશના શિમલામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું. શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતી. આવી સ્થિતિમાં શ્રાવણ સોમવારે પૂજા કરવા આવેલા લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધી 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ઘટના શિમલાના સમરહિલ વિસ્તારમાં બની હતી. અહીં શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું. જેના કારણે લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ અત્યાર સુધી 9 મૃતદેહો મળી આવ્યા તો અન્યોને શોધવાની કવાયત શરૂ કરાઇ છે.