ભારતના ૭૭મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૩ને મંગળવારના રોજ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ અર્થે કાર્યક્રમ સ્થળે એટલે કે માર્કેટિંગ યાર્ડની સામેના મેદાન, જસદણ રોડ, વિંછીયા ખાતે વહીવટીતંત્ર અને જીલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે યોજાનારા આ લોક ડાયરામાં લલીતાબેન ઘોડાદ્રા, અરવિંદભાઈ બગથરિયા સહિતના કલાકારો “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત માટીને નમન, વીરોને વંદન કરતા દેશભક્તિના સુરો રેલાવશે તેમજ લોકગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૩ને મંગળવારના રોજ વીંછિયા ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ ૧૫ ઓગસ્ટ સવારે ૯ વાગ્યે એ.પી.એમ.સી.ની સામે, જસદણ રોડ, વિંછીયા ખાતે યોજાનાર છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.